Gold Price Today: સોનાના ભાવમા થઇ રહ્યો છે કડાકો, જાણો આજનો તમારા શહેરનો સોનાનો લેટેસ્ટ ભાવ

Share With Your Friends

Gold Price Today: સોનાને સલામત રોકાણ ગણવામા આવે છે અને રોકાણ કરવા માટે લોકો સોના ને પહેલી પસંદગી આપતા હોય છે. ઉપરાંત ઘરેણાની ખરીદી ને લીધે પણ સોનાની ડીમાન્ડ ઉંચી રહે છે. શેરબજારની અનિશ્વિતતાઓ ને કારણે લોકો સોના મા રોકાણ કરવાનુ વધુ પસંદ કરે છે. એટલે જ સોના ના ભાવમા બહુ મોટી ઉથલપાથલ જોવા મળતી નથી. હાલ સોનાના ભાવમા ઘણો ઘટાડો નોંધાયો છે.

Gold Price Today

ડોલર ઈન્ડેક્સમાં આવેલી નબળાઈના પગલે સોનાના ભાવમાં થોડા સમય પહેલા તેજી જોવા મળી હતી અને સોના ના ભાવ સતત વધી રહ્યા હતા. તથા ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યા હતા. સ્થાનીક માર્કેટ મા સોનું 70 હજાર પાર પહોંચી ગયું હતું. પરંતુ ઈક્વિટી માર્કેટમાં આવેલા ઘટાડાના પગલે કોમોડિટી બજારમાં પણ કડાકો આવ્યો હતો. ગ્લોબલ બજારોથી આવેલા સંકેતોથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યા હતા કે માર્કેટ આજે મોટું નુકસાન ઉઠાવશે. આ સાથે આજે કિંમતી ધાતુ સોના અને ચાંદી ન ભાવો માં પણ ભારે કડાકો જોવા મળ્યો હતો. જો તમે સોનુ ખરીદવાનુ વિચારી રહ્યા હોય તો ચાલો જાણીએ સોના ના લેટેસ્ટ રેટ.

આજનો સોનાનો ભાવ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની ઓફીસીયલ વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે તા. ૫ ઓગષ્ટ ના રોજ 693 રૂપિયાના મોટા કડાકા સાથે 69,699 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. એસોસિએશનના ભાવ મુજબ શુક્રવારે સોનું 70,392 રૂપિયા પર બંધ થયું હતું. એ જ રીતે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 635 રૂપિયાના ઘટાડા સાથે 63844 રૂપિયા નો ભાવ જોવા મળ્યો હતો. આ ભાવ શુક્રવારે 64,479 રૂપિયા ના લેવલે બંધ થયુ હતુ.

સોના ના દરરોજ બહાર પડતા ભાવ બાબતે ખાસ નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા આ સોના ના ભાવ અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળી રહે છે. આ તમામ જાહેર કરવામા આવતા ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના હોય છે. IBJA દ્વારા જહેર કરવામા આવતા આ રેટ દેશભરમાં માન્ય હોય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત ચૂકવવાની હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા દરરોજ સવાર અને સાંજ એમ બે વખત ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં ઘરેણા નો મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશન દ્વારા જાહેર કરવામા આવતા આ ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરવામા આવતા નથી.

શા માટે ઘટી રહ્યુ છે બજાર ?

આજે ભારતીય શેર માર્કેટ મા આજે ગ્લોબલ બજારોમાં ભારે ધરખમ વેચાવલીના પગલે મોટા કડાકા સાથે બજારની શરૂઆત જોવા મળી હતી. અને રોકણકારો નુ કરોડો રૂપીયાનુ ધોવાણ થઇ ગયુ હતુ. સેન્સેકસ શુક્રવાર ના ક્લોઝિંગની સરખામણીમાં લગભગ 2400 અંક જેટલો તૂટીનો ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 400 થી વધુ પોઈન્ટના નુકસાન સાથે ઓપન થયો હતો. બેંક નિફ્ટી 760 અંક જેટલો નીચે ખુલ્યો હતો. સેન્સેક્સ 2393 અંક તૂટીને 78,588 પર ઓપન થયો હતો. જ્યારે નિફ્ટી 415 અંક તૂટીને 24,302 પર ઓપન થયો હતો. બેંક નિફ્ટી 764 અંકના નુકસાન સાથે 50,586 લેવલ પર ખુલ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ 480 અંક જેટલો નીચે હતો. રિયાલ્ટી સેક્ટરમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પીએસયુ બેંક ઈન્ડેક્સ પણ 3 ટકા જેટલો તૂટ્યો હતો.

રોકાણકારોના લાખો રૂપિયા ડૂબ્યા હતા.
બજાર ખુલ્યા બાદ માર્કેટ કેપિટલાઈઝેશનમાં મોટુ ગાબડુ થવાથી તગડું નુકસાન જોવા મળ્યું હતુ. આજે રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હતા.

શેર બજાર તૂટવાના મુખ્ય કારણો નીચે મુજબ છે.
બજારમાં હાહાકાર પાછળ અનેક કારણો આમ તો જોવા મળ્યા છે. જો કે તેના મૂળમાં ગ્લોબલ માર્કેટ છે.

  • અમેરિકામાં મંદીના ડરથી બજારમાં નબળાઈ જોવા મળી છે. નબળા આર્થિક આંકડાઓના પગલે હવે લોકોને મંદીનો ડર સતાવી રહ્યો છે. વાત જાણે એમ છે કે જોબ ડેટા પણ અંદાજથી ખૂબ જ નબળા રહ્યા હતા અને ઉપરથી બેરોજગારીનો દર વધીને 4.3% પર પહોંચી ગયો હતો.
  • અમેરિકી બજારોને મિડલ ઈસ્ટનો તણાવ પણ સતાવી રહ્યો છે. ઈઝરાયેલ, હમાસ અને ઈરાન વચ્ચે તણાવ વધવાની આશંકા સેવાઇ રહિ છે. અમેરિકાએ ઈરાનને હુમલો ન કરવા બાબત ની ચેતવણી પણ આપી છે.
  • ઉપરથી અમેરિકામાં સારા પરિણામોનો પણ સહારો મળી રહ્યો નથી. અમેઝોન, ઈન્ટેલના પરિણામોએ નિરાશ કર્યા હતા.
  • દિગ્ગજ રોકાણકાર Warren Buffet એ એપલમાં પોતાની 50 ટકા ભાગીદારી વેચી દિધી છે. આ પણ બજાર માટે એક મોટું ટ્રિગર છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Gold Price Today
Gold Price Today
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Join Now

Share With Your Friends

Leave a Comment